નદીઓ વિશાળ થઇ આ પટમાં
પણ ક્યાય કોઇ કિનારા નથી
નીર મહિં આમતેમ ઘુઘવ્યા કરું છું
પણ હાથ પર હાથ દેનાર સહારા નથી
કદાચ કોઇ કિનારે પહોંચી ગયા
તો ક્ષણને સજાવનાર વિસામા નથી
હોડી, હલેસુ અને હું સાવ એકલા
દર્દને સમજનાર કોઇ અમારા નથી
સુરજની આશ છે એનો જ ઉજસ છે
દિવસે ચમકતા અહીં કોઇ સિતારા નથી
મન મહીં સળગતો પ્રશ્ન છે આ
કેમ અમે એકલા કોઇ અમારા નથી
==================================
મને એક ભીનું હરણ સાંભરે છે!
ખોવયેલું પાછું એ સ્મરણ સાંભરે છે!
રેતીના ભીંજાયેલા પટમાં,
ને સરીતાનાં શીતલ જલમાં
ઉછળી ઉછળીને ન્હાતું એ હરણ સાંભરે છે!
ખુલ્લા તે વ્યોમના પવનમાં,
ને સોનેરી ખીલેલા સુમનમાં,
ઘાસ માંહે શિંગ ભરાવતું હરણ સાંભરે છે!
તેની ભીનાશના એક બુંદમાં,
ને તેના પર પડેલા કિરણમાં,
મેં ઉડતા મક્ષીને નિહળ્યુ તે સ્મરણ સાંભરે છે!
તે જ પ્રભાતનું મને એક ભીનું હરણ સાંભરે છે
==================================
પવન એવો ફૂંકાયો કે
કવચિત પતા ઉડી ગયા
કાવ્ય એવું રચાયું કે
કલ્પિત શબ્દો સરી પડ્યા
નજર પડી આકાશે કે
ઘડીક તારા થંભી ગયા
પ્રભાતે સૂર્ય ઉગ્યો કે
મૂર્છિત છોડે ફૂલો ખીલી ઉઠ્યા
==================================
શ્રુષ્ટિના આ સચરાચરમાં
હું ગોપી કહેલાવું
જો કાના તું આવે પાસમાં
તો મુરલી હું બની જાઉં
જો આવે તો ઉષ્ણ ઋતુમાં
તો ક્ષણિક વૃક્ષ બની જાઉં
અને આવે જો શિશિરમાં
તો તારી હુંફ બની જાઉં
તારી ઇચ્છા હોય મુરલીમાં
તો રોમે રોમ વિંધાઉં
ગોકુળની ચરતી ધેનુમાં
કંઠઘંટડી બની જાઉં
વહેતી શીતળ સરીતામાં
તારી નાવ હું બની જાઉં
જો તને હોય પ્રિત પંખીમાં
તો તારી પાંખ હુ બની જાઉં
તારુ મન હોય મટુકીમાં
તો તવ મુખનું નવનીત બની જાઉં
તને પ્રિત જો ગોવાળિયામાં
તો તારો મિત્ર બની જાઉં
==================================