જો તમે તમારા કમ્પ્યુટરના હાર્ડડિસ્ક ડ્રાઇવ્સ એટલે કે C, D, E, F વગેરેને
તમારા શરારતી મિત્રોથી છુપાવવા માગતા હોવ તો આ રહ્યો તેનો સરળ ઉપાય.
* સૌથી પહેલાં start ઉપર ક્લિક કરો. પછી run માં જઈ તેના બોક્સમાં gpedit.msc ટાઇપ કરો અને પછી ok કરો.
* હવે તમારી સામે group policyની વિન્ડો ખૂલશે. તેમાં user configuration અને ત્યારબાદ administrative templates પર ક્લિક કરો.
* ત્યાર પછી windows components ઉપર ક્લિક કરો અને ત્યાંથીwindowsexplorer ને ખોલો.
* હવે જમણી તરફ એક લિસ્ટ આવશે, તેમાંથી hide these specifide draives in my computer ઉપર ડબલ ક્લિક કરવાની રહેશે.
* જે વિન્ડો ખૂલશે તેમાં enabled ને સિલેક્ટ કર્યા બાદ નીચે કેટલાક વિકલ્પ હશે. હવે જે ડ્રાઇવ તમારે સંતાડવાની છે તેને સિલેક્ટ કરો.
* જો તમે બધી જ ડ્રાઇવ છુપાવવા માગતા હોવ તો restrictall draivesને સિલેક્ટ
કરી દો. હવે apply કરીને ok બટન પર ક્લિક કરી દો. તમે જે ડ્રાઇવ છુપાવી
રાખી છે, તે my computerમાંથી ગાયબ થઈ જશે અને તેને કોઈ યુઝર જોઈ પણ નહીં
શકે!
* ડ્રાઇવને પાછી લાવવા માટે છેલ્લી વિન્ડોમાં enabledની જગ્યાએ disabledને સિલેક્ટકરશો એટલે છુપાવેલી તમામ ડ્રાઇવ્સ પાછી જોઈ શકાશે.
===================================================================================
===================================================================================
કમ્પ્યુટર નોલેજ
આપણે ઘણા બધા ડોક્યુમેન્ટ્સને સ્કેન કરીને અવારનવાર યુઝ કરતા હોઈએ છીએ, પણ
ટેક્સ્ટ ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીએ પછી જ્યારે તેમાં રહેલા લખાણની જરૂર પડે
ત્યારે તેને ફરીથી ટાઇપ કરવું પડે છે. સામાન્ય રીતે સ્કેન કરેલાં
ડોક્યુમેન્ટ્સ ઇમેજ ફોર્મેટમાં હોવાથી તેમાં એડિટ કરી શકાતું નથી.
જોકે, હવે તો આ માટે પણ સોફ્ટવેર આવે છે કે જેના દ્વારા ટેક્સ્ટની ઇમેજ
સ્વરૂપે રહેલી ફાઇલને એડિટ કરીને યોગ્ય સમયે યુઝ પણ કરી શકાય છે. આવાં
સોફ્ટવેર પ્રમાણમાં મોંઘાં હોવાથી આપણે વારેવારે આવી જરૂર ન પડતી હોવાથી
ખરીદવાનું માંડી વાળીએ છીએ. આ સમસ્યાનો ઉકેલ હવે સરળ છે, કારણ કે હવે એવા
ફ્રી સોફ્ટવેર ઓનલાઇન ઉપલબ્ધ બન્યાં છે, જેની મદદથી ઇમેજ ફોર્મેટમાં રહેલા
ટેક્સ્ટ ડોક્યુમેન્ટને એડિટ કરી શકીએ છીએ. આ માટેની સરળ રીત શીખી લઈએ.
* http://www.free-ocr.com પર જઈને ઓનલાઇન ડોક્યુમેન્ટ્સ કન્વર્ટના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
* ત્યાર પછી અપલોડ ઇમેજ ઓર OCRનો વિકલ્પ હશે, જેમાં નીચે Choose File પર જવાનું રહેશે.
* PDF, JPG, GIF, TIFF અને BMP પ્રકારની તમામ ફાઇલ તેમાં પસંદ કરી શકાશે.
* ફાઇલ પસંદ કરી લીધા પછી જે ભાષામાં ડોક્યુમેન્ટ્સ હોય તે ભાષા સિલેક્ટ કરવી.
* આટલું કર્યા પછી સેન્ડ ફાઇલ ઉપર ક્લિક કરીએ એટલે કન્વર્ટ થયેલી ફાઇલ મેઇલ એડ્રેસમાં આવી જશે.
* જો તમારે પણ આ રીતે ક્યારેક ક્યારેક ટેક્સ્ટ ફાઇલ કન્વર્ટ કરવાની જરૂર પડતી હોય તો આ સોફ્ટવેરમાં એકદમ સરળ રીત શીખી લેવા જેવી છે.
===============================================================================
===============================================================================
કમ્પ્યુટર નોલેજ
વહાલા મિત્રો, જો તમે તમારા કમ્પ્યુટરના હાર્ડડિસ્ક ડ્રાઇવ્સ એટલે કેC, D,
E, F વગેરેને તમારા વિરોધીઓથી કે શરારતી મિત્રોથી છુપાવવા માંગતા હોવ તો આ
રહ્યો તેનો સરળ ઉપાય.
* સૌથી પહેલા start ઉપર ક્લિક કરો. પછી runમાં જઈ તેના બોક્સમાં gpedit.msc ટાઇપ કરો અને પછી ok કરો.
* હવે તમારી સામે group policyની વિન્ડો ખૂલશે. તેમાં user
configuration ત્યારબાદ administrative templets પર ક્લિક કરો. પછી windows
components ઉપર ક્લિક કરો અને ત્યાંથી windows exploreને ખોલો.
* હવે જમણી તરફ એક લિસ્ટ આવશે, તેમાંથી hide these specifide
draives in my computer ઉપર ડબલ ક્લિક કરો. હવે જે વિન્ડો ખૂલશે
તેમાં enabledને સિલેક્ટ કરો.
* સિલેક્ટ કર્યા બાદ નીચે તમને કેટલાક ઓપ્શન મળશે. હવે જે ડ્રાઇવ તમારે સંતાડવાની છે તેને સિલેક્ટ કરો.
* જો તમે બધી જ ડ્રાઇવ છુપાવવા માંગતા હોવ તો restrict all draivesને સિલેક્ટ કરી દો. હવે apply કરીને ok કરી દો અને બહાર આવી જાઓ.
* હવે તમે જે ડ્રાઇવ છુપાવી રાખી છે, તે my computerમાંથી ગાયબ થઈ જશે અને તેને કોઈ યુઝર જોઈ પણ નહીં શકે!
* મિત્રો, ડ્રાઇવને પાછી લાવવા માટે છેલ્લી વિન્ડોમાં enabledની જગ્યાએ disabledને સિલેક્ટ કરો.
============================================================================
============================================================================
કમ્પ્યુટર નોલેજ
કમ્પ્યુટરમાં કેટલીક એવી ટ્રિક હોય છે જેના વિશે આપણને માહિતી હોતી નથી.
અહીં આપને જે ટ્રિક બતાવવામાં આવી રહી છે તેમાં કોઈ પણ પ્રકારના સોફ્ટવેર
વગર તમારો ડેટા ગાયબ કરવાની ટ્રિક છે. ગાયબ કરેલા ડેટાને એકમાત્ર તમે જ જોઈ
શકશો. તમારા અન્ય કોઈ સાથીમિત્રો કે અન્ય વ્યક્તિ તમારો ડેટા જોઈ શકશે
નહીં.
* સૌથી પહેલાં તમારે નામ વગરનું ફોલ્ડર બનાવવાનું રહેશે જેમાં તમારે તમારો ડેટા કોપી કરી તેમાં રાખવાનો રહેશે.
* નામ વગરનું ફોલ્ડર બનાવવા તમારે એક ટ્રિક અપનાવવાની રહેશે. પહેલાં આપ રાઇટ ક્લિક કરી નવું ફોલ્ડર બનાવો.
* હવે F2 કી દબાવીને રિનેમ કરો. કિ-બોર્ડની Alt કી દબાવી ૨૫૫ નંબર દબાવો
ત્યાર બાદ Alt કી છોડી દો અને એન્ટરની કી દબાવી દો. આમ કરતાંની સાથે જ
આપનું નામ વગરનું ફોલ્ડર બની જશે.
* નામ વિનાનું ફોલ્ડર બનાવ્યા બાદ ફોલ્ડર પર રાઇટ ક્લિક કરીને પ્રોપર્ટીમાં
જાઓ. હવે Customize પર ક્લિક કરીને Change Icon પર ક્લિક કરો. અહીંયાં એક
આઇકન હશે જે હિડન હશે, તે આઇકન પર ક્લિક કરીને ઓકે પર ક્લિક કરી, Apply પર
ક્લિક કરો.
* આમ કરતાંની સાથે જ આપનું ફોલ્ડર ગાયબ થઈ જશે, પરંતુ તમારે એક વાતનું ખાસ
ધ્યાન રાખવું પડશે કે તમે કઈ જગ્યાએ ફોલ્ડર બનાવ્યું છે અને જે જગ્યા પર
આપે ફોલ્ડર બનાવ્યું છે તેની પર ડબલ ક્લિક કરો તેમજ ફોલ્ડર ખોલી તેની અંદર
તમારો કોઈ પણ ડેટા કોપી કરી શકો છો. આ ડેટાની જાણકારી માત્ર તમને જ હશે. આ
પ્રમાણે તમે તમારા ડેટા તમારા મિત્રો તેમજ અન્ય વ્યક્તિઓથી સાચવી શકો છો.
======================================================================
======================================================================