Breaking

Post Top Ad

Your Ad Spot

14 April 2013

આભમાં ઊગેલ ચાંદલો


આભમાં ઊગેલ ચાંદલોને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું નાવે
માતા જીજાબાઇ ઝુલાવે.
પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાત(2)
માતાજીને મુખ જે દીથી,ઊડી એની ઊંઘ તે દીથી….
શિવાજીને o
પોઢજો રેમારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ (2)કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….
શિવાજીને o
ધાવજો રેમારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ (2)રહેશે નહીંરણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..
શિવાજીને o
પ્હેરી – ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર(2)કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….
શિવાજીને o
ઘૂઘરાધાવણીપોપટ-લાકડી ફેરવી લેજો આજ (2)તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….
શિવાજીને o
લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય (2)તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવાબાપા !….
શિવાજીને o
આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ(2)તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….
શિવાજીને o

Post Top Ad

Your Ad Spot