Breaking

Post Top Ad

Your Ad Spot

26 July 2013

ઊંચી તલાવડીની કોર


 ઊંચી તલાવડીની કોર 
 પાણી ગ્યા’તાં પાણી
 ભરતા રે જોયો સાહ્યબો

 બોલે અષાઢીનો મોર 
 પાણી ગ્યા’તાં પાણી
 ભરતા રે જોયો સાહ્યબો

 ગંગા જમની બેડલું ને
 કિનખાબી  ઈંઢોણી
 નજર્યું ઢાળી હાલું તો ય
 લાગી નજર્યું કોની
 વગડે ગાજે મુરલીના શોર 
 પાણી ગ્યા’તાં પાણી
 ભરતા રે જોયો સાહ્યબો

 ઊંચી તલાવડીની કોર 
 પાણી ગ્યા’તાં પાણી
 ભરતા રે જોયો સાહ્યબો

 ભીંજી ભીંજી જાય મારા
 સાળુડાની કોર
 આંખ મદીલી ઘેરાણી જાણે
 બન્યું ગગન ઘનઘોર
 છાનો મારે આ સૂનો દોર
 પાણી ગ્યા’તાં પાણી
 ભરતા રે જોયો સાહ્યબો 

 ઊંચી તલાવડીની કોર 
 પાણી ગ્યા’તાં પાણી
 ભરતા રે જોયો સાહ્યબો

Post Top Ad

Your Ad Spot