Breaking

Post Top Ad

Your Ad Spot

12 April 2013

વાતચીત


ક્ષણોની વણથંભી
વણઝારમાં,
જીવનની
વાસ્તવિક દુનિયામાં.
જોઉં છું સમયના
અસંખ્ય પ્રતિબિંબો,
સુદર સ્વપ્નોના છાયા ચિત્રો,
કાયમ માટે
વણાઈ ગયેલા
સ્મરણોનાં સથવારે….
વ્યસ્તતાના બહાને
લખવાનું બાષ્પીભવન,
પણ યાદ તો સનાતન
એ સમય
એ મુલાકાત
એ વાતચીત
ભૂલાય કેમ?

Post Top Ad

Your Ad Spot