સખી, આજની ઘડી રળિયામણી;
મારો વહાલોજી આવ્યાની વધામણી જી રે. સખી …..
સખી, આલાલીલા વાંસ વઢાવીએ;
મારા વહાલાજીના મંડપ રચાવીએ જી રે. સખી …..
તરિયાતોરણ બારે બંધાવીએ;
મોતીડે ચોક પુરાવીએ જી રે. સખી…..
ગંગા જમુનાનાં નીર મંગાવીએ;
મારા વહાલાજીનાં ચરણ પખાળીએ જી રે. સખી…..
સહુ સખીઓ મળીને આવીએ;
વહાલાજીનાં મંગળ ગવરાવીએ જી રે. સખી…..
પૂરો પૂરો સોહાગણ, સાથિયો;
ઘેર મલપતો આવે હરિ હાથિયો જી રે. સખી…..
અતિ મીઠડા થકી થાય મીઠડો;
મહેતા નરસૈયાનો સ્વામી મેં દીઠડો જી રે. સખી…..
કવિ પરિચય : નરસિંહ મહેતા