Breaking

Post Top Ad

Your Ad Spot

14 April 2013


સોના વાટકડી રે કેસર ઘોળ્યાં

સોના વાટકડી રે કેસર ઘોળ્યાંવાલમિયા,લીલો છે રંગનો છોડરંગમાં રોળ્યાંવાલમિયા.
નાક પરમાણ રે નથડી સોઇંવાલમિયા,ટીલડીની બબ્બે જોડ્યરંગમાં રોળ્યાંવાલમિયા.
પગ પરમાણે રે કડલાં સોઇંવાલમિયા,કાંબિયુંની બબ્બે જોડ્યરંગમાં રોળ્યાંવાલમિયા.
કેડ પરમાણે રે ઘાઘરો સોઇંવાલમિયા,ઓઢણીની બબ્બે જોડ્યરંગમાં રોળ્યાંવાલમિયા.
હાથ પરમાણે રે ચૂડલા સોઇંવાલમિયા,ગૂજરીની બબ્બે જોડ્યરંગમાં રોળ્યાંવાલમિયા.
ડોક પરમાણે રે ઝરમર સોઇંવાલમિયા,તુળસીની બબ્બે જોડ્યરંગમાં રોળ્યાંવાલમિયા.
કાન પરમાણ રે ઠોળીયાં સોઇંવાલમિયા,વેળિયાંની બબ્બે જોડ્યરંગમાં રોળ્યાંવાલમિયા.

Post Top Ad

Your Ad Spot